અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં મકાનમાં અંદર રહેલા અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભુંજાઈ ગયા. આગની જાણ થતા અન્ય બીજા અને ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર ચઢી ગયા હતાં. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી ધાબા પર ફસાયેલા તમામ લોકોને બચાવી લીધા હતાં.
વેજલપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો પરિવાર પોતાના લકવાગ્રસ્ત વૃદ્ધને ઘરે મૂકીને બહાર ગયા હતા. આ સમયે વૃદ્ધ ઘરમાં બીડી સળગાવતા ઘરમાં આગની ઘટના બની. આ આગમાં લકવાગ્રસ્ત વૃદ્ધ આગની ચપેટમાં આવી જતા પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને જીવતા જ ભૂંજાઈ ગયા હતાં. ફાયરબ્રિગેડને જાણ થતા તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયરબ્રિગેડને વૃદ્ધને બચાવવામાં સફળતા મળી ન હતી.
બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3 મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3 મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ અભિયાન શરૂ કરનાર ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે સેવ સોઈલનું ટેગ પહેરાવી આ જાહેરાત કરી હતી.
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની આ વધુ એક મોટી સિદ્ધિ ગણાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારથી ડેરીનો ઘણો વિકાસ થયો છે.