દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. ગુજરાત વેક્સીનેશન માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમા વેકસિન સ્ટોરેજને લઈ 6 રિજનલ સેન્ટર બનાવાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં વેક્સિન સ્ટોરેજ કરવામાં આવશે. આ છ મુખ્ય સેન્ટર પરથી અલગ અલગ જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થયેલી રસીની પહેલી બેન્ચ ગુજરાત આવવાની છે. વેક્સિનને સાચવવા માટે ઉતર ગુજરાત ઝોનનું ગાંધીનગરમાં વેક્સિન સ્ટોરેજ સેન્ટર રાખવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતેનાં વેક્સીન સ્ટોરેજ સેન્ટર મા કુલ 3 જેટલા WIC એટ્લે કે વોક ઈંન કૂલર છે. એક WICમાં 8 થી 10 લાખ જેટલા ડોઝ સંગ્રહી શકાય તેટલી ક્ષમતા છે. ગાંધીનગર વેંકસિન સ્ટોરેજ સેન્ટરમા 7 આઇસ લાઇન રેફ્રીજેર્રેટર છે. અને એક આઇસ લાઇન રેફ્રીજેર્રેટરમાં 500થી 700 ડોઝ સંગ્રહી શકાય છે.
આ વેક્સિનને ગ્રીન કોરીડોરમાં ગાંધીનગર ખાતે લઈ જવાશે. જે રસ્તા પર વેક્સિન લઈ જવાની છે ત્યાં સમગ્ર જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વેક્સિન લઈ જવામાં આવશે.આ રૂટ પર એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહીતના પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો રાજ્યના લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મી તથા ફ્રંટલાઇન વર્કરોને વેક્સિન લગાવવામાં આવશે.
રાજ્યમાં આજે કોરોના વેક્સીનનો પહેલો જથ્થો આવશે, વેક્સિનેશનની તૈયારીને લઈને ગુજરાત સજ્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jan 2021 04:22 PM (IST)
દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -