અમદાવાદ: રસીકરણની 16 જાન્યુઆરીથી આપવાની શરૂઆત થનાર છે. સિવિલ હોસ્પિટલ સાથે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ વેકસિન મામલે સજ્જ થયું છે. શહેરની 300 જેટલી શાળાઓ અને સ્થળોને નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યાં વેકસિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

AMCની 300 શાળાઓને નક્કી કરવામાં આવી છે. એક સેન્ટર પર 100 નાગરિકોને વેકસિન અપાશે. એક દિવસમાં 30 હજાર લોકોને વેકસિન અપાશે. આરોગ્ય કર્મચારીઓના ફાઇનલ ડેટા સોમવાર સુધી તમામ કેન્દ્ર પર પહોંચશે. પાલડી,મહાલક્ષ્મી,અંકુર વિસ્તારના નાગરિકોને સેન્ટર પરથી વેકસિન અપાશે.

આ જ રીતે નારણપુરા ગામમાં પણ મ્યુનિસિપલ શાળા નંબર 12 ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. એક દિવસમાં 100 નાગરિકોને વેકસિન આપવા અંગેના ડ્રાય રન બાદ રવિવારના રોજ અંતિમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારીઓને સોપાયેલી જવાબદારીઓ મુજબ તમામ કામગીરીઓનું અધિકારીની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નારણપુરા ગામ,અંકુર વિસ્તારના રહીશોને આ બુથ પરથી વેકસિન આપવાની પ્રક્રિયા કરવામાં આવશે.