અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બે દિવસીય પ્રવાસ માટે ભારત આવી પહોંચ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ સોમવાર સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ પહોંચી હતી.


અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થયું ત્યારે તેમણે બ્લેક કલરના શૂટની સાથે લેમન યલો કલરની ટાઈ ટીમઅપ કરી હતી. પશ્ચિમી દેશોમાં લેમન યલો કલરને આશાનું પ્રતીક માનવામાં આવે છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે, ટ્રમ્પને ભારતથી ઘણી આશાઓ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની પત્ની મેલાનિયાએ વ્હાઈટ કલરનો જંપ શૂટ પહેર્યો હતો અને કમર પર ગ્રીન કલરનો બ્રોકેટ ફેબ્રિક ગ્રીન બેલ્ટ બાંધ્યો હતો. સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

ખાસ ભારત પ્રવાસ માટે મેલાનિયાના આ ડ્રેસને અમેરિકાના ફેમસ ડિઝાઈનર હર્વે પિયરે ડિઝાઇન કર્યો હતો. હર્વે ઘણા વર્ષોથી મેલાનિયાના આ ડ્રેસને ડિઝાઈન કરી રહ્યા હતા. તેમણે આ ડ્રેસની સાથે બેલ્ટને મેચ કરવા માટે બહુ જ સમય લગાવ્યો હતો. આ બેલ્ટ બનારસી બ્રોકેડ ફેબ્રિકની બનેલી છે.

જેમાં બારીક એમ્બ્રોડરી કરવામાં આવી હતી. વ્હાઈટ ડ્રેસ પર ગ્રીન બેલ્ટ ચાર ચાંદ લગાવી રહી હતી. હર્વે પિયરે ઈન્સ્ટાગ્રામ પર મેલાનિયાની ડ્રેસની ડિઝાઈન પોસ્ટ કરી હતી. પિયર પ્રમાણે, આ બેલ્ટ ભારતીય પોષાકનો એક ભાગ છે જે 20મી સદીમાં ખૂબ ફેમસ હતો.