અમદાવાદઃઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. જે બાદ તેઓ ગાંધીઆશ્રમ ગયા હતા. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ મોદી અને ટ્રમ્પ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં ટ્રમ્પે 27 મિનિટ સુધી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.
દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સંબોધન ગર્વની વાતઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું, 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા મહાન વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આજે ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે. આ દરમિયાન તેમણે ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ક્રિકેટમાં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીના નામ લીધા હતા.
ટ્રમ્પે કયા બે ભારતીય ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ
ટ્રમ્પે ભારતીય ક્રિકેટના સ્ટાર્સનો ઉલ્લેખ કરી જણાવ્યું, ભારતે વિશ્વને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી આપ્યા છે. સચિન અને વિરાટનું નામ સાંભળતા જ સ્ટેડિયમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી ટ્રમ્પને વધાવી લીધા હતા.
ક્રિકેટના ભગવાનના નામે નોંધાયેલો છે આ ખાસ રેકોર્ડ
ક્રિકેટનો ભગવાન ગણાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 24 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર દરમિયાન ક્રિકેટ જગતમાં છવાયેલો રહ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનારો એકમાત્ર ક્રિકેટર છે. આ ઉપરાંત વન ડેમાં પ્રથમ વખત બેવડી સદી પણ ફટકારનારો પ્રથમ ખેલાડી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ ટૂંકાગાળામાં મેળવેલી સિદ્ધિના કારણે ખાસ ક્રિકેટરોમાં સ્થાન મેળવી લીધું છે.
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત
ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં
અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાત
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2020 05:30 PM (IST)
ટ્રમ્પે કહ્યું, આજે ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે. સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે.
(અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ )
- - - - - - - - - Advertisement - - - - - - - - -