અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહોરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. 150 થી 200 મીટરના અંતર પર સ્પષ્ટ દ્રશ્યો જોવુ મુશ્કેલ બન્યું. હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ છુટા છવાયા વરસાદની કરી છે આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ અનુભવાઈ રહેલું તાપમાન હજુ યથાવત રહેશે. બે દિવસ બાદ ફરી ઠંડી વધવાની શક્યતા છે. 


વડોદરાના વાઘોડિયામા હવામાનમા પલટો આવ્યો. વહેલી સવારથી ગાઢ ઘુમ્મસની ચાદર પથરાઈ. વાતાવરણમા ઠંડા પવન સાથે ઠંડિનો ચમકારો. નગરજમા  હિલ સ્ટેશન જેવો માહોલ રચાયો. ગાઢ ધુમ્મસને કારણે વિજીબીલીટી ઘટી હતી. વાહન ચાલકોએ દિવસે હેડ લાઈટનો સહારો લેવો પડ્યો હતો.  દુર દુર સુઘી ગાઢ ધુમ્મસ પથરાતા  વાહન ચાલકોને હાલાકી પડી હતી. 


જામનગર શહેર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વહેલી સવારથી વાતાવરણમાં ભારે ધુમ્મસ છવાયું. ધુમ્મસના કારણે વિઝીબિલિટીમાં ઘટાડો. ધુમ્મસને લઇ વાહન ચાલકો પરેશાન.


સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ. ધુમ્મસને લઈને વિઝીબિલિટી ઓછી થઈ. રોડ પર ધુમ્મસને લઈ વાહન ચાલકોને પરેશાની. હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવે પર ધુમ્મસ જોવા મળી હતી. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો . આકાશમાં વાદળો ઘેરાતાં જગતનો તાત મુંજાયો. કમોસમી વરસાદની આગાહીથી શિયાળુ પાક તેમજ પશુના ઘાસચારાને નુકસાનની ભીતીથી ખેડૂત ચિંતિત. જિલ્લામાં 25,484 હેકટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.



ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. હવામાન વિભગ ની આગાહી સત્ય ઠરી જો કે ક્યાંય વરસાદ નોંધાયો નથી. ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો. ભરૂચ શહેરમાં ગાઢ ધુમ્મસ ફેલાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ઘાઢ ધુમ્મસથી  વાહનવ્યવહાર અને ટ્રેનો પર અસર પહોંચી. ધુમ્મસના કારણે લો વિઝિબિલિટીથી વાહનવ્યવહાર અને ટ્રેનોની પણ ગતિ ધીમી પડી.


કમોસમી વરસાદથી બચવા માટે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે દિશા નિર્દેશ જાહેર કર્યા. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેત ઉત્પાદિત ધાન્ય, કઠોળ પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ,અથવા ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી સુરક્ષિત સ્થળે મુકવા કરવામાં આવી અપીલ. હાલ જિલ્લામાં વરસાદની નથી પરંતુ ખેડૂતો જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ.