અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે એક લાખ 50 હજાર 66 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા પાંચ હજાર 672 કેસ નોંધાયા અને વધુ 26 લોકોના મૃત્યુ થયા છે અને એકટિવ કેસની સંખ્યા ૫૫ હજાર ૬૧૮ થઈ છે.

ગયા વર્ષથી શરૂ થયેલી મહામારીના કારણે નોંધાયેલા કુલ કેસના ૫૪ ટકા કેસ માત્ર ૨૮ દિવસમાં નોંધાયા. ૨૮ દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ ૮૧ હજાર ૬૬૧ કેસ નોંધાયા છે. જો કે દૈનિક નોંધાઈ રહેલા કેસની સંખ્યા અગાઉ જે મોટી સંખ્યામાં બહાર આવતી હતી એમાં હવે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણે બુધવારે નવા ૫ હજાર ૬૭૨ કેસ નોંધાયા. જ્યારે મંગળવારે ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા હતા. સાથે જ રાહતની વાત તે છે કે વધુ ૨ હજાર ૨૦૬ લોકો સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૮૮ હજાર ૨૦૯ લોકો કોરોના મુકત થયા છે. બુધવારે શહેરમાં કુલ ૨૦ હજાર ૬૨૪ લોકોએ કોરોના રસી લીધી.

સતત સાતમાં દિવસે 5 હજારથી વધુ કેસ

તારીખ    

કેસ

મોત

28 એપ્રિલ

5672

26

27 એપ્રિલ

5669

26

26 એપ્રિલ

5619

26

25 એપ્રિલ

5790

27

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

38920

174


અમદાવાદમાં કોરોનાના કેસ વધવાન સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ સતત વધારો થયો છે. લાંભાના 95 ઘરના 310 તથા વેજલપુરના 59 ઘરના 234 લોકો સહિત 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 28 વિસ્તારોને દૂર કરાતાં હવે શહેરમાં 310 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે. નવા ઉમેરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં દાણિલિમડા, ઈન્દ્રપુરી, વટવા, લાંભા, વેજલપુર, ગોતા, આંબાવાડી, ચાંદલોડિયા, ઘાટલોડિયા અને નિકોલના વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે. આ સાથે મણિનગરમાં સૃષ્ટિ એપાર્ટમેન્ટ અને ચાંદખેડામાં ઉત્સવ રેસિડેન્સીના અમુક બ્લોકને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂક્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.