હાલ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાની વાત ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરને હું વ્યક્તિગત ઓળખું છું. પરંતુ પરપ્રાંતીયો પર જ્યારથી હુમલા થયા છે ત્યારથી હિન્દી ભાષી સમાજમાં તેની સામે રોષની લાગણી ફેલાયેલી છે. તે સમયે પોતાના વતનમાં જતાં રહેલા લોકોના ગામોમાં અલ્પેશ સામે નફરત છે.
તેને ભાજપમાં લેવામાં આવશે તો પરપ્રાંતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દી ભાષી મતદારો પર અસર પડશે. જેની અસર માત્ર અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., બિહાર જેવા રાજ્યોમાં પણ પડશે. આમ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકસાન થવાની પુરી સંભાવના છે.