અમદાવાદ: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસ સ્થાને વિરોધ નોંધાવવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભગામભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. શરૂઆતમાં નોટબંધી બાદ સર્જાયેલ સ્થિતિને લઇ વિરોધ માટે માત્ર 10 જેટલા જ કાર્યકરો ભેગા થયા હતા, કોંગ્રેસના વિરોધને લઈ મોટી સંખ્યામાં પોલીસનો કાફ્લો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવે એ પહેલાં જ પોલીસે 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. થોડી વાર બાદ ફરીથી બે ગાડી માં આનંદીબેનના ઘર તરફ કૂચ કરી રહેલા કાર્યકરોને પણ પોલીસે પીછો કરી પરત કર્યા હતા. બાદમાં ફરીથી સુત્રોચાર કરતા પૂર્વ સીએમના નિવાસે જઈ રહેલા 15 જેટલા કાર્યકરોને પોલિસે પકડી અટકાયત કરી હતી.