Ahmedabad Accident: અમદાવાદમાં ફરી એક વખત પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જયો છે. શહેરના વાસણાના ખોડીયારનગર વિસ્તારમાં નંબર પ્લેટ વગરની ખાનગી કારે શાહ પરિવારના ચાર લોકોને અડફેટે લીધા હતા. તપાસમાં ખુલાસો થયો કે નંબર પ્લેટ વગરની બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપી સોલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિજય અણીયારીયા છે.


પોલીસે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે જો કે હવે જામીન પર છૂટકારો થયો છે. એબીપી અસ્મિતા સાથેની વાતમાં ઈજાગ્રસ્ત પરિવારે કહ્યુ કે, તેઓ રાત્રિના સમયે વાસણામાં આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા જતા હતા. ત્યારે સામેથી આવતી કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોનક શાહ, પત્ની અને બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


સુરતમાં અકસ્માત


સુરતનો સિટી લાઈટ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ છે. શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઈનોવા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.


નવસારીમાં અકસ્માત


નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રવાણિયા ગામની ઘટના છે. રવાણિયા ગામમાં પેટ્રોલ પંપ પાસે ડાંગ જિલ્લાના યુવકને નળ્યો અકસ્માત. ડાંગ દરબાર જોઈ પરત ફરતી વેળાએ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માતની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકના પિતાએ પુત્રએ કાર બેદરકારીથી હંકારી અકસ્માત કરતા વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાંસદા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોડી રાત્રે 3.30 અ અકસ્માત થયો છે. 


દ્વારકામાં અકસ્માત


દ્વારકાના કલ્યાણપુરનું નંદાણા ગામે અકસ્માત થયો છે. જ્યાં બોલેરો કાર રસ્તા પરથી નીચે ઉતરતા આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારના સમયે બોલેરો કાર નંદાણા ગામ પાસે રસ્તા પર ઉતરી આવી હતી. આ અકસ્માતમાં આઠ લોકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છેેે.                        


આ પણ વાંચોઃ


બિહારના સુપૌલમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 30 કામદારો ફસાયા, 7 હોસ્પિટલમાં દાખલ