અમદાવાદ: અમદાવાદ-રાજકોટના નાગરિકો માટે ખૂબ જ મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર નવા ટોલનાકા બનશે. વાહનચાલકોના ખિસ્સા ખાલી થશે. 201 કિલોમીટર હાઈવે પર નવા ચાર ટોલનાકા બનશે. આ હાઈવે સિક્સલેન બન્યો હોવાના કારણે કેટલાક ટોલનાકા બંધ થશે અને અન્ય નવા ટોલનાકા શરૂ થવાના છે.
1 એપ્રિલ, 2025થી કાર્યરત થવાની શક્યતા
નવા ચાર ટોલનાકા પર વાહન ચાલકોએ ટેક્સ ભરવો પડશે. ચારેય ટોલનાકાનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. 1 એપ્રિલ, 2025થી નવા ટોલનાકા કાર્યરત થવાની શક્યતા છે. ટોલનાકા માટે રોડ-મકાન વિભાગે નાણાપંચને દરખાસ્ત મોકલી છે. બાવળા પાસેના ભાયલા ગામ પાસે ટોલનાકું ઉભું કરવામાં આવ્યું છે. બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે ટોલનાકું બનાવાયું છે.
ત્રણ ટોલનાકામાં 60 કિમીનું અંતર નહીં જળવાય
સાયલા-ચોટીલા વચ્ચે ટોલનાકું બનાવવામાં આવશે. રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે પણ ટોલનાકું બનાવવામાં આવશે. ચારમાંથી ત્રણ ટોલનાકામાં 60 કિમીનું અંતર નહીં જળવાય. અમદાવાદથી પહેલા ટોલનાકા ભાયલા સુધીનું અંતર 30 કિમી સુધીનું રહેશે. ભાયલા ટોકનાકાથી ટોકરાળા ટોલનાકાનું અંતર 48 કિમી સુધીનું રહેશે. જ્યારે ટોકરાળા ટોલનાકાથી ચોટીલા-સાયલા ટોલનાકાનું અંતર 61 કિમી સુધી રહેશે. આ ટોકનાકાથી માલિયાસણ સુધીનું અંતર 54 કિમી સુધી રહેવાનું છે. માલિયાસણથી રાજકોટ સુધીનું અંતર માત્ર 8 કિલોમીટર સુધી રહેશે.
અમદાવાદથી રાજકોટ વચ્ચે 201 કિલોમીટરનું અંતર છે. હવે ચાર ટોલનાકા પર ટેક્સ ભરવો પડશે. અમદાવાદથી રાજકોટનો રસ્તો સિક્સલેન બની રહ્યો છે. જેના કારણે આ હાઈવે પર ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ હાઈવે પર બે ટોલનાકા હતા.
ચારેય ટોલનાકા પર કેટલા રૂપિયા વસૂલાશે એ તો હજી નક્કી નથી, પરંતું વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઈ જશે. રાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઇવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે.
અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવેના સિક્સલેનનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. જોકે આ હાઈવેના વિકાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર ચાર ટોલટેક્સ ઊભા કરીને કરેલો ખર્ચ વસુલવામાં આવશે. અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિલોમિટરના હાઈવે પર હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે.