અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટીએ ગત 6 એપ્રિલ 2019ના રોજ એકલવ્ય સ્કૂલની ફાઈનલ ફી નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન એફઆરસીએ નક્કી કરેલી ફીને સ્કૂલે ફી રિવિઝન કમિટીમાં ચેલેન્જ કરી હતી. રાજ્ય કક્ષાની ફી રિવિઝન કમીટિએ 4 જુલાઈએ એફઆરસીએ નક્કી કરેલી ફીને યોગ્ય ઠેરવી સ્કૂલની અરજીને અમાન્ય ઠેરવી હતી.
સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 6 મહિનાની ધોરણ 1થી 5ની ફી રૂપિયા 76,500 તથા ધોરણ 5થી 8માં 85,500 વસૂલવાનું શરૂ કર્યું હતું. વાસ્તવમાં આ સ્કૂલની આખા વર્ષની ધોરણ થી 8ની 2017-19ની ફી રૂપિયા 85,500 તથા 2018-19ની ફી રૂપિયા 89,250 નક્કી કરી હતી.
આ સિવાય વર્ષ 2019-20 માટેની ફીમાં 5 ટકાનો વધારો કરવાની છૂટ આપી હતી. આખા વર્ષની ફી સામે આ સ્કૂલે તો માત્ર 6 મહિનાની જ આટલી વધુ ફી વસુલવા અંગે સરક્યુલર જારી કર્યો હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી વાલીઓએ ફી નિર્ધારણ કમીટિમાં રજૂઆત કરી હતી. જે રજૂઆત એફઆરસીને યોગ્ય જણાતા 19મી જૂલાઈએ સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી હતી.