અમદાવાદઃ અમદાવાદમાં આવેલી ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ "શાંતિ બિઝનેસ સ્કૂલ" માં ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સના સ્વાગત માટે સિનિયર વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટી "શહેર 2020" નું ઓનલાઈન આયોજન કર્યું હતું. આ વર્ષે ફ્રેશર્સ પાર્ટીની થીમ "26 ટોન્સ" રાખવામાં આવી હતી. આ થીમ પ્રમાણે વિદ્યાર્થીઓએ પોતાના પોશાકનો કલર પોતાના નામ અથવા સરનેમના પ્રથમ મૂળા અક્ષરથી શરૂ થતા કલર પ્રમાણે પસંદ કરવાનો હતો.
આ ફ્રેશર્સ પાર્ટીમાં "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના સિનિયર વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો જેવાકે "હુન્નરમંદ( ઘી ટેલેન્ટ રાઉન્ડ), આગકા દરિયા (ઘી રેપીડ ફાયર રાઉન્ડ), અબ યહ કરકે દિખાઓ (ઘી ગ્રીલિંગ સેશન), આખરી પડાવ" વગેરેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમા નવા પ્રવેશ મેળવેલા અને સિનિયર સહિત લગભગ 300 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભાગ લીધો હતો.