નાગરિકતા સંશોધન કાયદા (CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ચૂક્યો છે. જેને લઈને સરકારે નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
CAA વિરોધ, ઉત્તરાયણનો તહેવાર અને ABVP-NSUIના ઘર્ષણના કારણે અમદાવાદમાં શાંતિ ડહોળાય નહીં તેને લઈને અમદાવાદ પોલીસે 10 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે નાગરિકોની કાયદેસર અભિવ્યક્તિને દબાવી દેવા કલમ 144ને સાધન ન બનાવવું જોઈએ તેવી ટીકા કરી હતી. એ જ દિવસે પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી હતી.