ગુરુવાર રાતે 10 વાગ્યાની આસપાસ અમદાવાદની સરમસ હોસ્પિટલમાંથી એક દર્દી ફરાર થઈ ગયો હતો જેને લઈને દોડધામ મચી ગઈ હતી. દર્દીની શોધખોળ કરતાં ના મળતાં સમરસ હોસ્પિટલના ડોક્ટરે રાતે 3 વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, 25 તારીખે કોરોના પોઝિટિવ આવતાં દર્દીને સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના બાપુનગરમાં આવેલી પન્ના એસ્ટેટનો 25 વર્ષિય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તે યુવકને શહેરની સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો જોકે ગુરૂવાર રાતે 10 વાગ્યાની આસપાસ આ દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ સમરસ હોસ્પિટલના ડોક્ટરે દર્દીની શોધખોળ કરી હતી જોકે દર્દી મળ્યો નહતો.
દર્દી હોસ્પિટલમાં ન મળતાં તેની સામે સમરસ હોસ્પિટલના ડોક્ટરે રાતે ત્રણ વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.
અમદાવાદની કઈ હોસ્પિટલમાંથી કોરોનાનો દર્દી થઈ ગયો ફરાર ? રાત્રે 3 વાગ્યે કરવી પડી ફરિયાદ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 10:34 AM (IST)
અમદાવાદના બાપુનગરમાં આવેલી પન્ના એસ્ટેટનો 25 વર્ષિય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તે યુવકને શહેરની સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -