બોટાદઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચેરમેન હરિજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.

ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીને ઓફિસમાં જઈ ગાળો આપી અને એસપી સ્વામીએ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હરિજીવન સ્વામીએ નોંધાવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.