અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદ શહેરમાં 120 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ મ્હાત આપનારા લોકોની વિગતવાર વાત કરીએ તો તેમાંથી 40 લોકોએ ઘરે બેસીને કોરોનાને હરાવ્યો છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં કુલ 4789 લોકોએ ઘરે બેસીને જ કોરોનાથી મુક્ત થયા છે. જે આંકડો ખુબ જ મોટો છે.


આ સિવાય ગઈ કાલે એસવીપીમાંથી 1, અમદાવાદ સિવિલમાંથી 13, સોલા સિવિલમાંથી 9, કીડની હોસ્પિટલમાંથી 1, મળી કુલ 24 અને ર્ટશરી ટ્રીટમેન્ટ હોસ્પિટલ-ખાનગીમાંથી 56 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 15,628 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદ શહેરમા અત્યાર સુધીમાં કોરોનાના કુલ 19,903 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1405 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ અત્યારે અમદાવાદ શહેરમાં કુલ 3052 એક્ટિવ કેસો છે.