આણંદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મોટો ઉલટફેર આવ્યો છે. GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બદલાયા છે. GCMMF ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વલમજી હુંબલની નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ દ્વારા આઇ.કે. જાડેજાને GCMMFની ચૂંટણીમાં નિરીક્ષક બનાવ્યા હતા.


આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, આજે GCMMFના ચેરમેન તરીકે સાબર ડેરીના શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વાલમજીભાઈ હુંબલની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ રામસિંહ પરમાર GCMMFના ચેરમેન હતા. જ્યારે જેઠાભાઈ ભરવાડ વાઇસ ચેરમેન હતા. તેમની કામગીરીને પણ વધાવવામાં આવી છે.

હવે તેમની જગ્યાએ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલને GCMMF ચેરમેન બનાવાયા છે, જ્યારે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વલમજીભાઈ હુંબલને GCMMFના વાઇસ ચેરમેન બનાવ્યા છે.