અમદાવાદઃ શહેરના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાં વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સફલ પરીસરમાં રહેતા કેમિકલના વેપારીએ ફ્લેટના ધાબેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. લોકડાઉનને કારણે ધંધામાં તકલીફ આવી હતી. તેમણે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજખોરના ત્રાસથી મંગળવારે સવારે આપઘાત કરી લીધો હતો.
શુશીલભાઈ ટિબડેવાલ નામના વેપારીએ આપઘાત કર્યો છે. ઓમ પંજાબી નામના વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. મહિને 5 ટકા વ્યાજ લેતો હોવાનો આક્ષેપ કરાયો છે. વેપારીએ 20 લાખ વ્યાજે લઈને એક કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવાનો દાવો કરાયો છે. આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પરિવારને વ્યાજખોરે મારી નાખવાની પણ ધમકી આપી હતી.
અમદાવાદના પોશ વિસ્તારમાં વેપારીએ બિલ્ડિંગ પરથી કૂદીને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2020 04:55 PM (IST)
શુશીલભાઈ ટિબડેવાલ નામના વેપારીએ ઓમ પંજાબી નામના વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -