અમદાવાદઃ શહેરમાં 10 મહિના પહેલા જ લગ્ન કરીને સાસરે આવેલી યુવતીએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મહિલાનું મોત થયું છે. પોલીસે આ ઘટનામાં હત્યારી વહુ અને તેના દીકરાની અટકાયત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સત્યમેવ વિસ્ટા સામે આવેલા હોમ્સ ખાતે રેખા અગ્રવાલ નામની મહિલાની તેના દીકરાની વહુ નિકિતા અગ્રવાલે હત્યા કરી નાંખી છે. નિકિતાના લગ્ન હજુ 10 મહિના પહેલા જ થયા હતા. ગઈ કાલે કોઈ બાબતે સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઉશ્કેરાયેલી નિકિતાએ પહેલા તો સાસુ રેખાબેનને લોખંડના પાઇપથી માર મારીને લોહીલૂહાણ કરી નાંખ્યા હતા અને આ પછી સાસુને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેમાં રેખા અગ્રવાલનું મોત થયું છે. પોલીસે હાલ, તો વહુ અને મહિલાના દીકરાની અટકાયત કરી છે.
અમદાવાદઃ યુવતીએ સાસુને ઉતારી દીધી મોતને ઘાટ, હજુ 10 મહિના પહેલા જ થયા હતા લગ્ન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Oct 2020 10:42 AM (IST)
સત્યમેવ વિસ્ટા સામે આવેલા હોમ્સ ખાતે રેખા અગ્રવાલ નામની મહિલાની તેના દીકરાની વહુ નિકિતા અગ્રવાલે હત્યા કરી નાંખી છે. નિકિતાના લગ્ન હજુ 10 મહિના પહેલા જ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -