અમદાવાદઃ બેંકમાં નોકરી કરતી યુવતી સાથે લગ્ન કર્યા પછી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધીને પત્નિને શરીર સુખ નહીં આપનારા પતિ તથા સાસરિયાંએ આ વાત બહાર ના પડે એટલે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીને દહેજ લાવવા માટે પણ અત્યાચાર શરૂ કરાયા હતા. આ અત્યાચાર સહન ના થતાં યુવતીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાંસોલ વિસ્તારમાં રહેતી અને ખાનગી બેંકમાં ફરજ બજાવતી યુવતીના લગ્ન 2018માં હાંસોલમાં રહેતા યુવક સાથે થયાં હતાં. સુહાગરાતે પતિએ થાકનું બહાનું કાઢીને શારીરિક સબંધ બાંધવાનું ટાળ્યું હતું. એ પછી પણ તે પત્નિથી જૂર રહેતો હતો અને હનીમૂન મનાવવા જઈએ ત્યારે શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. પત્નિ-પત્નિ અઠવાડિયા પછી હનીમૂન માટે થાઇલેન્ડ ગયા ત્યારે પણ પતિએ શારિરીક સંબંધ બાંધવાનો ઇનકાર કરતાં યુવતી અકળાઈ હતી. તેણે આ મામલે પૂછપરછ કરતાં યુવકે પોતે શરીર સુખ આપવા માટે સક્ષમ ન હોવાનું કબૂલ્યું હતું.
પતિએ કબૂલ્યું હતું કે, બાળપણમાં બાલ્કનીમાંથી પડી જતાં ગુપ્તાંગને ઈજા થઈ હતી. એ વખતે ઓપરેશન કરાવ્યું ત્યારે નપુસકતા આવી ગઈ હતી તેથી શરીર સુખ આપી શકે તેમ નથી.
યુવતીએ સમજદારી બતાવીને દવા કરાવવા કહ્યું હતું પણ આબરૂ જવાની બિકે પતિએ ના પાડી દીધી હતી. પત્નિએ સામેથી શારિરીક સંબંધ બાંધવા માટે સક્ષણ થવાય તેવી દવા પણ આપી હતી, પણ ફરક નહોતો પડ્યો. એ છતાં યુવતી સમદાગારી બતાવીને રહેતી હતી. સાસરિયાંને આ બાબતની જાણ પત્નિ કોઈને કરી દેશે એવો ડર હતો તેથી ઘરકામ બાબતે સાસુ-સસરા ત્રાસ આપી પિતાને ઘરેથી દહેજ લાવવા દબાણ કરવા લાગ્યા હતા. પતિ પણ પત્નિ નોકરીએ જાય ત્યારે શંકા કરીને મારઝૂડ કરતો હતો. આ અંગે યુવતીએ પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ, સાસરિયા સામે ફરિયાદ કરી છે. યુવતીએ આ હકીકત છુપાવવા બદલ અને અત્યાચાર કરવા બદલ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ યુવતી સાથે લગ્નનાં બે વર્ષ પછી પણ પતિ નથી બાંધી શકતો શારિરિક સંબંધ, પતિની નપુંસકતા અંગે શું થયો મોટો ધડાકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Dec 2020 12:21 PM (IST)
સુહાગરાતે પતિએ થાકનું બહાનું કાઢીને શારીરિક સબંધ બાંધવાનું ટાળ્યું હતું. એ પછી પણ તે પત્નિથી જૂર રહેતો હતો અને હનીમૂન મનાવવા જઈએ ત્યારે શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -