અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં યુવતી પર ત્રણ યુવકે સામૂહિક બળાત્કાર કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સરદારનગર પોલીસે ત્રણેય નરાધમ યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને સરદારનગર સ્થિત રૂમમાં લઈ જઈને આ ત્રણેય નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ચાર બાળકોની માતાને રીક્ષા ચાલક સાથે પ્રેમસંબંધ હતા. ગઈ કાલે રીક્ષા ચાલક પોતાના અન્ય મિત્રોને લઈ મહિલા પાસે આવ્યો હતો. આ ત્રણેય યુવકોએ દારૂ પીધા પછી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગે યુવતી સરદારનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા ત્રણેય યુવકોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, રીક્ષા ચાલક અને તેના મિત્રોએ તેને સરદારનગરના એક રૂમમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.