અમદાવાદઃ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાગલ પ્રેમીએ યુવતીને લગ્ન ન કરે તો આપઘાત કરી લેવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાગલ પ્રેમીએ આપઘાત કરવાની ધમકી તો આપી જ છે, સાથે યુવતીનો અશ્લીલ વીડિયો કરવાની પણ ધમકી આપી છે.
મળતી વિગતો પ્રમાણે, યુવતીએ ફૈઝલ પઠાણ નામના યુવક સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ છે કે, ફૈઝલ પોતે તેની સાથે લગ્ન ન કરે તો તે આપઘાત કરવાની ધમકી આપે છે. એટલું જ નહીં, ફૈઝલે યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી છે. યુવકે આવી ધમકી આપતાં યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરી હતી.
અમદાવાદઃ લગ્ન નહીં કરે તો આપઘાત-અશ્લીલ વીડિયો વાયરલ કરવાની પ્રેમીએ યુવતીને આપી ધમકી ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Oct 2020 11:20 AM (IST)
યુવતીએ ફૈઝલ પઠાણ નામના યુવક સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદ છે કે, ફૈઝલ પોતે તેની સાથે લગ્ન ન કરે તો તે આપઘાત કરવાની ધમકી આપે છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -