અમદાવાદ:  દાણચોરીનો એક વિચિત્ર કિસ્સો અમદાવાદ એરપોર્ટ પર સામે આવ્યો છે. આ બનાવને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર ટોયલેટના ફ્લશમાંથી સ્લીપરને સોનાના છ બિસ્કિટ મળતા આ સમગ્ર દાણચોરીના રેકેટનો પર્દાફાશ થયો હતો. દાણચોરી કરનારે ટોયલેટના ફ્લસમાં સોનુ છુપાવી દીધું હતું. જો કે, ઈમાનદાર સફાઈકર્મી જીતેન્દ્ર સોલંકીએ 39 લાખનું સોનું કસ્ટમ વિભાગને સોંપી દઈને ફરજ પ્રત્યેની ઈમાનદારી નિભાવી હતી. તો બીજી તરફ એરપોર્ટ મેનેજમેન્ટ કર્મચારીને સન્માન પત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. 116 ગ્રામના એક એવા છ બિસ્કિટ મળી આવ્યા હતા. એરપોર્ટના ટોયલેટમાંથી અઠવાડિયામાં બીજી વાર સોનું મળી આવ્યું છે.


કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય


કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે નોટો નિર્ણય લીધો છે. કમલમ ફળની ખેતીમાં ખેડૂતોને વધુ સહાય મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.  વધુ સહાય આપવા સરકારે કમલમ ફળની ખેતીની યુનિટ કોસ્ટ વધુ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિટ કોસ્ટ  રૂપિયા 2.50  લાખથી વધારીને યુનિટ કોસ્ટ રૂપિયા 6 લાખ કરવામાં આવી છે. યુનિટ કોસ્ટ મુજબ અગાઉ એક હેકટર દીઠ  રૂપિયા 1.25 લાખ રૂપિયા સહાય મળતી હતી જે હવેથી રૂપિયા 3 લાખ મળશે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ કમલમ ફળની ખેતીમાં યુનિટ કોસ્ટના 50 ટકા સહાય ચૂકવવાની જોગવાઈ છે. ગુજરાતના ખેડૂતોને યુનિટ કોસ્ટ મુજબની સહાય ઓછી પડતી હોવાથી સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો છે.


સરકારી અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવા સરકારે બનાવ્યો એક્શન પ્લાન


સરકારી અનાજ સગેવગે થવાની અને ગેરરીતિઓ જેવી અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ગોડાઉન (Govt Godown)માંથી સગેવગે થતુ અનાજ અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ (Food and Civil Supplies Corporation) આધુનિક સાધનોથી આ દુષણ સામે સજ્જ થશે. સરકારી અનાજમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર રોકવા સરકારનો શું છે એક્શન પ્લાન?  જોઈએ આ અહેવાલમાં





અંદાજે 100 કરોડના ખર્ચે રાજ્યના (Food and Civil Supplies Corporation) તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી (CCTV)  કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે. જેનુ સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતે બનનારા કમાંડ એંડ કંટ્રોલ સેંટરથી કરાશે. ગોડાઉનમાં લગાવેલા કેમેરાનુ સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. ઉપરાંત ગાંધીનગર પુરવઠા નિગમની કચેરીમા પણ એક સેંટ્રલ કંટ્રોલરૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જેમા દેશની બીજી સૌથી મોટી સ્ક્રીન લગાવાની તૈયારી કરાઈ છે. જ્યાંથી રાજ્યના તમામ ગોડાઉનનું મોનીટરીંગ કરવામાં આવશે.


રાજ્યમા પુરવઠા વિભાગના અંદાજે 248 ગોડાઉન આવેલા છે, અંદાજે 6000 કેમેરાથી સજ્જ થસે તમામ ગોડાઉન. તમામ જીલ્લા પુરવઠા અધિકારી પણ કરી શકશે સીધુ મોનિટરીંગ ગોડાઉનથી નીકળતા અનાજ પરની તમામ હલચલ પર નજર રહેશે. સાથે જ આવનાર વાહનો અને તેના જથ્થા પર પણ નજર રાખવામાં આવશે. આ માટે વપરાતા તમામ વાહનો જીપીએસસીથી સજ્જ છે. જેનું મોનીટરીંગ માટે ગાંધીનગરમાં બની રહ્યું છે કમાંડ એંડ કંટ્રોલ સેંટર.



દર વર્ષે આ સરકારી અનાજનો જથ્થો સગેવગે થવાના કિસ્સા બનતા રહેતો હોઈ છે: 






રાજ્યના ગરીબ વર્ગના લોકોને સસ્તા દરે અનાજ મળી રહે તે માટે વર્ષોથી યોજના ચાલે છે. પરંતુ દર વર્ષે આ સરકારી અનાજનો જથ્થો સગેવગે થવાના કિસ્સા બનતા રહેતો હોઈ છે. ગરીબોના મોઢાનો કોળિયો કૌભાંડીયાઓ જૂટવી જવાની ઘટના દિવસે ને દિવસે વધી રહેલ છે. ગત વર્ષે જ અંદાજે 50 હજાર બોરી સરકારી અનાજની સગેવગે થઈ હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ  ગત વર્ષે અંદાજિત 2500 મેટ્રિક ટન સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો હતો. માટે જ  હવે સરકારે આ બદીને નાથવા આ એક્શન પ્લાન બનાવ્યો છે.