અમદાવાદ: કોરોના વાઈરસ સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી પ્રબળ બનતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળો નોંધાતા અત્રે અમદાવાદ બુલિયન બજારમાં સોનું રૂપિયા 100 ઉછળીને રૂપિયા 43,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. સોનામાં રોકાણ કરનાર લોકો માટે ખુશીના સમાચાર છે.
વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનતા સોનામાં થતાં રોકાણમાં વધારો થવાના કારણે વૈશ્વિક બજારોમાં ગોલ્ડ ઈટીએફમાં થતું રોકાણ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું ગયું હતું. તો ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફમાં થતું રોકાણ સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું.
ઉપરોક્ત અહેવાલો પાછળ અમદાવાદ બુલિયન બજારમાં નીકળેલી નવી લેવાલી પાછળ સોનામાં રૂપિયા 100નો ઉછાળો નોંધાતા તે વિક્રમી એવી રૂપિયા 43,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું.
કામકાજના અંતે સોનું 43000ની ઉંચી ટોચે બંધ રહ્યું હતું. જ્યારે સોનું 42,850 અને ચાંદી રૂપિયા 48,500ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે મુંબઇ બુલિયન બજારમાં સોનું 41,742ની સપાટીએ જ્યારે દિલ્હી ખાતે 40,650ની સપાટીએ બંધ રહ્યું હતું.
અમદાવાદમાં પહેલીવાર સોનાનો ભાવ આસમાને પહોંચ્યો, જાણો કેટલી સપાટી વટાવી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 10:00 AM (IST)
અહેવાલો પાછળ અમદાવાદ બુલિયન બજારમાં નીકળેલી નવી લેવાલી પાછળ સોનામાં રૂપિયા 100નો ઉછાળો નોંધાતા તે વિક્રમી એવી રૂપિયા 43,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -