Gold Prices:  તહેવારો બાદ પણ સોનાના ભાવમાં વધારો યથાવત છે. અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 64 હજાર પર પહોચ્યો હતો. નવા સપ્તાહના પ્રથમ દિવસે જ અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં છ મહિનાની ટોચ તથા સ્થાનિકમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈએ કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. નવા વર્ષની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવમાં એક હજાર 200નો વધારો જોવા મળ્યો છે.


બુલિયન ટ્રેડર્સના મતે ગોલ્ડમાં વધારાના કારણે લગ્નની ખરીદી પર વિપરીત અસર જોવા મળી રહી છે. જો કે નજીકના સમયગાળામાં ભાવમાં નરમાઈની શક્યતા જોવા મળી રહી નથી. વેપારીઓના મતે આગામી સમય પર જો ઈઝરાયલ અને હમાસ યુદ્ધ બંધ નહી થાય તો 10 ગ્રામ સોનાનો ભાવ 70 હજારની નજીક પહોચી શકે છે.