અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ થઈ ગયું હતું. જોકે, 11મી જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં અભ્યાસ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓની સ્કૂલમાં લાવવા માટે સરકારે એક અભિયાન હાથ ધર્યું છે.
વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સ્કૂલ ચલે અભિયાન શરૂ કર્યું છે. Deo-ગ્રામ્ય કચેરી મારફતે અભિયાન શરૂ કરાયું છે. કચેરીના અધિકારીઓ અને શાળામાં આચાર્ય, શિક્ષકો વાલીઓના ઘરે જઈ વિશ્વાસ સંપાદન કરવા પ્રયાસ કરી રહ્યા છે. જે-તે વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓને અધિકારીઓ અને શિક્ષકો મળી રહ્યા છે.
કોરોનાની સ્થિતિ સામાન્ય બનતાં બાળકોને શાળાએ મોકલવા માટે સંવાદ કરી રહ્યા છે. આ પ્રયોગથી શાળામાં હાજરી વધી હોવાનો આચાર્યો અને શિક્ષકોનો મત છે.
અમદાવાદમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં લાવવા સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2021 11:48 AM (IST)
વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સ્કૂલ ચલે અભિયાન શરૂ કર્યું છે. Deo-ગ્રામ્ય કચેરી મારફતે અભિયાન શરૂ કરાયું છે. કચેરીના અધિકારીઓ અને શાળામાં આચાર્ય, શિક્ષકો વાલીઓના ઘરે જઈ વિશ્વાસ સંપાદન કરવા પ્રયાસ કરી રહ્યા છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -