GPSCના બીજા પેપરમાં ગુજરાતીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી
abpasmita.in | 11 Sep 2016 09:25 PM (IST)
અમદાવાદઃ GPSCની મુખ્ય પરિક્ષાના બીજા દિવસે ગુજરાતીનું પેપર સરળ રહેતા પરિક્ષાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ગઇકાલે પ્રથમ દિવસે બંન્ને પેપર લેન્ધી રહ્યાં બાદ રવિવારે મહત્વનું એવુ ગુજરાતી ભાષાનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ગુજરાતીના પેપરમાં મહત્વનો એવો વ્યાકરણનો વિભાગ સરળ રહ્યો હતો. એકંદરે સમગ્ર પેપર સરળ રહ્યું પરંતુ લેન્ધી હોવાનો મત પરિક્ષાર્થીઓએ વ્યક્ત કર્યો હતો.