અમદાવાદઃ રાજ્ય ચુંટણી આયોગે આજે ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખ જાહેર કરી હતી. રાજ્યની 10318 ગ્રામ પંચાયતોની ચુંટણી આગામી 27 ડિસેમ્બરે યોજાશે. આ ચુંટણીનું પરિણામ 29મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ સાથે આજથી જ ચુંટણીવાળી ગ્રામપંચાયતોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ અંગે 5 ડિસેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ એ જ દિવસ થી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
આજે રાજ્ય ચુંટણી કમિશ્નર વરેશ સિંહાએ આ જાહેરાત કરી હતી. ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 1.89 કરોડ મતદારો છે. આ મતદારોમાં 98.64 લાખ પુરુષ અને 90.82 લાખ મહિલા મતદારો છે. ગ્રામ પંચાયતની ચુંટણી
25454 મતદાન મથક અને 61128 મતપેટીઓ રહેશે. જ્યારે બેલેટ પેપરથી મતદાન થશે. આ ચુંટણી માટે 1.49 લાખ પોલિંગ સ્ટાફ અને 60486 પોલીસ સ્ટાફ ફરજ પર હાજર રહેશે. જ્યારે 2494 ચુંટણી અધિકારી અને 2802 મદદનીશ ચુંટણી અધિકારી ફરજ બજાવશે.