Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થઈ રહી હતી. જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે.


મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું, મોદી-શાહ ચૂંટણીને લઈ પરેશાન છે


ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તેમનો પુત્ર સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં સામેલ થયો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું,  હિન્દુસ્તાન ના ખૂણા ખૂણા માં અમારા કાર્યકર્તા બેઠેલા છે, ગુજરાતની જનતા ઇન્ટેલિજન્ટ છે, સૌથી વધુ સ્કીલ ગુજરાતમાં છે, બિઝનેસમાં, સાયન્સ ટેકનોલોજીમાં તમામમાં છવાયેલા છે.

પૂજ્ય મહાત્મા ગાંધીના રાજ્યમાં મહાત્મા ગાંધીને હું ગુજરાત પૂરતા સીમિત કરવા નથી માંગતો પરંતુ અમુક લોકો વારંવાર તેમનું નામ લઈને કોંગ્રેસ ને બદનામ કરે છે. 27 વર્ષ પછી પ્રાઈમ મિનિસ્ટર, જેવા અનેક મિનિસ્ટર ખુદ આવી ને ભડકાઉ ભાષણ આપવાની ફરજ પડી. મોદીએ ગુજરાત બનાવ્યું. આ પહેલા ગુજરાત બનાવવા મોરારજી દેસાઈથી લઈને ઘણા નેતા હતા આ લોકોએ કંઈ નહિ કર્યું? મોદીએ જ કર્યું ? પહેલા કોગ્રેસમાં જે સરકાર હતી, જેમને પોતાના પ્રાણ આપ્યા અને કહો છો કોંગ્રેસએ કંઈ આપ્યું નહિ આ કોમન ડાયલોગ છે. 70 વર્ષમાં કોઈએ કંઈ બનાવ્યું છે તો તે કોંગ્રેસએ બનાવ્યું છે. આ દેશને આઝાદી અપાવી એનું ચિત્ર નથી જોતા અને ફળ તો ખાઈ રહ્યા છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે મોદી અને શાહ ખુદ પરેશાન છે, બીજાની મજાક કરવી, બીજા વિશે ખોટી વાતો કરવીએ ઠીક નથી


સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની કરી હતી અપીલ


પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર તાજેતરમાં ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વામૈયા ગામે કોગ્રેસની જાહેર સભામાં ડો. જયનારણ વ્યાસ જોવા મળ્યા હતા. ડો.જય નારાયણ વ્યાસે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે છે કે ભાજપના સિનિયર નેતા ડો જય નારાયણ વ્યાસે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.






સિદ્ધપુરમાં કોની કોની વચ્ચે છે જંગ


સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના મહેન્દ્ર રાજપૂત વચ્ચે જંગ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


વિવાદ બાદ રિવાબાએ હટાવ્યું જાડેજાની ભારતીય ટીમની જર્સીવાળું ટ્વિટ


ગુજરાતની ઉત્તર જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જેની પહેલા આપના ધારાસભ્યએ જોરદાર નિંદા કરી અને ત્યાર બાદ હવે આ વિવાદે જોર પકડ્યું છે. વિરોધ પક્ષો વિવિધ રીતે રીવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રવક્તા વારિસ પઠાણે બીસીસીઆઈને પૂછ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રમોટ કરવું એ કરારના નિયમોની વિરુદ્ધ નથી? વારિસ પઠાણે ટ્વીટ કરીને સવાલ કર્યો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું એ ખેલાડીના કરારનો ભંગ નથી અને શું બીસીસીઆઈના મતે તે હિતોનો ટકરાવ નથી? વિવાદ વધ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશૉટને રિટ્વીટ કરીને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. રિવાબાના એકાઉન્ટમાંથી પણ તે ટ્વીટ ડિલીટ કરવામાં આવી છે.