Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું, દિલ્હી અને પંજાબમાં પણ ગેરેન્ટી આપી હતી ત્યારે પણ વિપક્ષ સવાલ ઉઠાવતા હતા કઈ રીતે થશે ? પૈસા ક્યાંથી આવશે ? ત્યાં પણ સરકાર બની આમ આદમીની અને સફળતા પૂર્વક ચાલી રહી છે. અમે ગુજરાતમાં પણ એ જ કહી રહ્યા છીએ કે પહેલી માર્ચથી ગુજરાતમાં વીજળી મફત મળશે.


ભગવંત માને કહ્યું, હું આજે દિલ્હીના વીજળીના 25000 હજાર બિલ લઈને આવ્યો છું, કોઈ પણ બિલ તમે ચેક કરી શકો છો. દિલ્હીમાં લગભગ 75 લાખ વીજળીના મીટર છે, 61 લાખ મીટરના બિલ ઝીરો છે. ડિસેમ્બરના બિલ હશે તેંમા 67 લાખ મીટરના બિલ ઝીરો આવશે અને જાન્યુઆરીમાં 71 લાખ મીટર બિલ ઝીરો આવશે. અમે લોકો જે થઈ શકે એ જ કહીએ , અહીંયા પણ એ થઈ જ શકે છે, અમે વચન આપ્યું છે અને અમે નીભાવશું.
અનેક બિલ તો માઇનસમાં આવ્યા છે

અમે કહ્યું હતું મહોલ્લા ક્લિનિક બનાવીશું. અમે 100 મહોલ્લા ક્લિનિક અમે 15 ઓગસ્ટ સુધીમાં લોકાર્પણ કરી દીધા અને અનેક લોકો તેની સેવા લઈ રહ્યા છે. 26 જાન્યુઆરી સુધીમાં 500થી વધુ મહોલ્લા ક્લિનિક બનશે.
અમે ગેરેન્ટી આપી હતી OPS લાગુ કરીશું, OPSનું નોટીફીકેશન આપી દેવાયું છે, કેબિનેટમાં વાત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં તે પણ લાગુ કરી દેવામાં આવશે.

અમે ધારાસભ્યોના પેન્શન બંધ કરી દીધા છે. લાખો રૂપિયા પેન્શન હતું , જેટલીવાર તેઓ ધારાસભ્યો બને એટલીવાર 60 હજારનો વધારો થતો રહેતો હતો , સેવાના નામે વોટ લેતા હતા અને સેવા માટે અમે પેન્શન બંધ કરી દીધું. એ કરોડો રૂપિયા બચ્યા તે રૂપિયાથી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ, તો આ ફ્રી ની રેવડી કઈ રીતે કહીં શકાય ?






ગુજરાત ચૂંટણીમાં 13 ઉમેદવારો પાસે છે બંદૂકનું લાયસન્સ, સૌથી વધુ ભાજપના ઉમેદવારો


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઘણા 'બંદૂકધારી ઉમેદવારો' મેદાનમાં છે. તાજેતરમાં એક જાહેર સભામાં વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધમકી આપતાં કહ્યું હતું કે, જો કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડશે તો હું તેના ઘરે જઈને ગોળી મારી દઈશ. મધુ શ્રીવાસ્તવ પાસે વેબલ સ્કોટની રિવોલ્વર છે.


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 13 ઉમેદવારો એવા છે જેમની પાસે લાયસન્સ હથિયારો છે. TOIના અહેવાલ મુજબ, તેમાંથી મોટાભાગના ભાજપના ઉમેદવારો છે. આ યાદીમાં ભાજપના છ, કોંગ્રેસના પાંચ, આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ ઉમેદવાર છે. ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. વાઘોડિયાથી ભાજપના અશ્વિન પટેલ ઉમેદવાર છે. અશ્વિન પટેલ પાસે 12 બોરની સિંગલ બેરલ ગન પણ છે.


આ વખતે ચૂંટણી લડી રહેલા લાયસન્સવાળી બંદૂક ધરાવનારા અન્ય વર્તમાન ધારાસભ્યોમાં ધાનેરાના કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલ, રાધનપુરના રઘુ દેસાઈ, ડાંગ અને નિકોલના ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને જગદીશ પંચાલનો સમાવેશ થાય છે. ધાનેરામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો હથિયારધારી છે. 2017માં INC ના નાથાભાઈ પટેલે ભાજપના માવજી દેસાઈને 2,093 મતોના માર્જિનથી હરાવીને આ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે દેસાઈની ટિકિટ કાપી છે, જે બાદ તેઓ અપક્ષ મેદાનમાં ઉતર્યા છે. પરંતુ અહીંથી ભાજપે 6 બોરની રિવોલ્વર ધરાવતા ભગવાન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.


બીજી તરફ થરાદ બેઠક પરથી ભાજપે લાયસન્સ ધરાવતા રિવોલ્વર ધારક શંકર ચૌધરીને ટિકિટ આપી છે. 2017ની ચૂંટણીમાં તેઓ વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા. થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ 2019માં બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારપછીની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો. તખ્ત સિંહ સોલંકી શહેરા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. સોલંકી પાસે 0.32 ઇંચની MK-3 રિવોલ્વર છે.


એ જ રીતે ડીસાના કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી પાસે પિસ્તોલ છે. રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ જેની પાસે 5 લાખની કિંમતની વેબલી સ્કોટ રિવોલ્વર છે.. અન્ય ઉમેદવારો જેમની પાસે લાયસન્સવાળી બંદૂકો છે તેમાં અકોટાના ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ, બોટાદના કોંગ્રેસના મનહર પટેલ અને ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો સમાવેશ થાય છે.