Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 151 અને કોંગ્રેસે 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ દ્વારા બે-ત્રણ દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. આ દરમિયાન આજે પાટીદાર સંસ્થાઓની મીટિંગ યોજાઈ હતી. જેમાં હાજર રહેલા સી.કે.પટેલે મોટું નિવેદન આપ્યું હતું.


શું કહ્યું સી.કે.પટેલે


સી.કે.પટેલે કહ્યું, જો પાર્ટી ટિકિટ આપે તોય મારે નથી લડવું. મારે કોઈ જગ્યાએથી ટિકિટ માંગવી નથી અને મારે કોઈ જગ્યાએથી ચૂંટણી લડવી નથી. તમામ સંસ્થાઓના અગ્રણીઓ અમારી સાથે છે. આ ઉપરાંત બેઠકના લેટર મામલે લૂલો બચાવ કરતાં કહ્યું, લેટર તૈયાર કરનાર વ્યક્તિની આ ભૂલ હતી. જ્યારે આ લેટર તૈયાર થતો હતો ત્યારે હું નીકળી ગયો હતો એટલે મને આ બાબત ધ્યાનમાં નહોતી આવી. મારી પાસે મેસેજ છે બેઠક અંગે તમામને જાણ કરવામાં આવી હતી.




પાટીદાર સંસ્થાની બેઠકમાં કયા આગેવાનો હાજર ન રહ્યા


આજે પાટીદાર સંસ્થાઓની બેઠક મળે તે પહેલા જ વિવાદ થયો હતો. ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદાર ધામના આગેવાનો હાજર રહ્યા નહાતો. ખોડલધામના નરેશ પટેલ, વિશ્વ ઉમીયાધામના આર પી પટેલ અને સરદાર ધામના ગગજી સુતરિયા હાજર નહોતા રહ્યા. સીદસર ધામના જેરામ પટેલ , ઊંઝા ઉમિયા માતા સંસ્થામાંથી દિલીપ પટેલ , રમેશ દૂધવાળા , પી પી પટેલ હાજર રહ્યા. આ ઉપરાંત વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સી કે પટેલ  પણ ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો  રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? ૅૅજેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે.  બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.