ગુજરાતની ચૂંટણીથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ચૂકી છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.


અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી.  તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં  2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.


2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની  જીત થઇ છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઇ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઇ છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા હતા. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.


ગુજરાતની ચૂંટણીથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ચૂકી છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં  તમામની નજર ઈસુદાન, ગોપાલ અને અલ્પેશ કથીરિયાથી પર હતી.


 પરંતુ આ ચૂંટણીમાં આપના પાંચ એવા અજાણ્યા ચહેરાઓ છે કે જે વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા, ગારિયાધારથી સુધિર મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા, વિસાવદરથી ભૂપત ભાયાણી અને ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો વિજય થયો છે. તો આમ આદમી પાર્ટીના મોટા ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે