અમદાવાદ:  પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસના નશાકારક દવા મામલે ઓપરેશનને લઈને મહત્વની બાબત સામે આવી છે.  પંજાબની બે અલગ અલગ જેલમાં બંધ બે આરોપીઓ દ્વારા નશાકારક દવાના સપ્લાય કરવામાં આવતો હતો. દોઢ મહિના પહેલા અમૃતસરમાંથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશાકારક દવા સાથે પકડવામાં આવ્યો હતો.  આરોપી પ્રિન્સ કુમારની પૂછપરછમાં સામે આવ્યું કે પંજાબની ગોવિંદવાલ જેલમાં બંધ આરોપી મેજર સિંઘના કહેવાથી નશાકારક દવાઓ મંગાવતો હતો.  જે બાદ ગોવિંદવાલ જેલમાં બંધ આરોપી મેજર સિંહની અમૃતસર પોલીસે ધરપકડ કરી અને મોબાઈલ કબજે કર્યો હતો. 


સચિન પોતે એલીકેમ ફાર્મા નામે દવાની કંપની ધરાવે છે


આરોપી મેજરસિંહ પૂછપરછમાં બલવીન્દરસિંહ આકાશસિંહ ,સુરજીતસિંહ અને ગુરુપ્રીતસિંહના નામ સામે આવ્યા છે.  આરોપી ગુરુપ્રીત અને મેજર સિંહની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પ્રિન્સ કુમાર પાસે  નશાકારક દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો.  સચિન પોતે એલીકેમ ફાર્મા નામે દવાની કંપની ધરાવે છે જેની પણ ધરપકડ કરવામાં આવી છે.  સચિનની પૂછપરછમાં કબુલાત તરીકે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે મળીને દવાનો જથ્થો મંગાવતો અને સપ્લાય કરતો હતો. 


નશાકારક દવાઓ મંગાવતા


સચિન અને યોગેશએ અંતે કબુલાત તરીકે તેઓ ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાઓ મંગાવતા હતા.  જેના આધારે પોલીસે પંજાબ પોલીસ અને ગુજરાત ATS એ તપાસ કરી શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે.  મનીષ અને રેખા નામના આરોપીની ધરપકડ કરી અમૃતસર પોલીસે ફરિયાદ નોધી છે. 


અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી


અમૃતસરની પોલીસ ટીમે ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડો પાડ્યો પાડી 14,72,220 નશાની ગોળીઓ/કેપ્સ્યુલ્સ રિકવર કર્યા હતા. એટલુ જ નહીં ઉત્પાદકો મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આગ્રામાંથી આકાશની પણ ધરપકડ કરતા તેના કબજામાંથી 18000 નશાની ગોળીઓ મળી આવી છે. હાલ સુધી આ કેસમાં અમૃતસર શહેરના પોલીસ સ્ટેશન ડી ડીવીઝન ખાતે NDPS એક્ટની કલમ 22C હેઠળ FIR નંબર 140 થી નોંધવામા આવી અને અમૃતસર પોલીસની ટીમોએ આ કેસમાં અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial