અમદાવાદઃ દ્વારકા અને મોરબીના ઝીંઝુડામાં પકડાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી ગુજરાતમાં ઘુસાડયા હોવાનું સામે આવ્યું છે.  દરિયાઈ માર્ગે ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારે લાવીને યુવાધનને બરબાદ કરવા માટેનું મોટું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. દ્વારકા અને મોરબીના ઝીંઝુડામાં પકડાયેલા આરોપીઓ ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા જુના અપરાધીઓ છે. સમશુદ્દીન , ગુલામ હુસેન , મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર નામના ત્રણ આરોપીઓ ઝડપાયા છે. ફિશરમેનને સાથે રાખીને ગુજરાતમાં  ડ્રગ્સ ઘુસાડવાનું  ષડયંત્ર સામે આવ્યું છે. 


દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં  ડ્રગ્સ ઘૂસાડવાની  પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી  સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં  ડ્રગ્સ ઘૂસાડવાની  પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી  સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રવિવારની રાત્રે એટીએસની ટીમે બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં એક વખત ફરી અનેક સવાલ ઉભા થયા છે. આખરે ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય કોણ કરાવે છે અને કોની ડિમાન્ડથી આ સમગ્ર વેપલો ચાલી રહ્યો છે?


એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. 


સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતો હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દેતાં ટૂંકા દિવસોમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક નાપાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં બે મકાનની તલાશી લેતા કરોડોની કિંમતનો જથ્થો મળી આવ્યો છે.  


જો કે, એટીએસના અધિકારીઓએ હાલ રાત્રિના એક વાગ્યે કામગીરી ચાલું હોવાનું અને કુલ કેટલો મુદામાલ પકડાયો છે તે  અંગે કોઇ સ્પષ્ટ નિવેદન નથી આપ્યું.  દેવભૂમિક દ્વારકા પંથકમાંથી જેટલો જથ્થો ઝડપાયો તેનાથી વધુ મુદામાલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બે મકાનમાં સર્ચ ઓપરેશન લગભગ મોડીં રાત્રિ સુધી ચાલ્યું હતું.