અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કરેલી અરજી અંગે સેશન્સ કોર્ટે ગઈ કાલે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે સેશન્સ કોર્ટ પોતાનો આદેશ સંભળાવશે. ત્યારે કોર્ટ શું ચુકાદો આપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની માંગણી કરાઈ હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે, તેમ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો.
સરકારે કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવા યોગ્ય નથી. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. જોકે, કોર્ટ શું ચુકાદો આપે છે , તે જોવાનું રહ્યું.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કરેલી અરજી અંગે આજે કોર્ટ આપશે ચુકાદો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 09:28 AM (IST)
હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની માંગણી કરાઈ હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે, તેમ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -