ગુજરાતના BSF જવાનનું આકસ્મિક મોત, પગ લપસી જતા કાશ્મીરમાં થયો હતો ઘાયલ
abpasmita.in
Updated at:
05 Oct 2016 08:48 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ બગસરાના BSFના જવાનનું પંજાબમાં આકસ્મિક મોત થયુ હતું. છેલ્લા 5 વર્ષથી ભાવેશ ત્રિભોવનભાઇ રાખસીયા BSFમાં ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા કાશ્મીરમાં ફરજ દરમિયાન પગ લપસી જતા જવાન ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેને પટિયાલાની હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આવતી કાલે બગસરામાં તેના અંતિમ સસ્કાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -