અમદાવાદ: રશિયાના ત્રણ દિવસના પ્રવાસ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત પરત ફર્યા હતા. અમદાવાદ એયરપોર્ટ પર તેમણે જણાવ્યું કે, જે ડેલિગેશન ગયુ હતું તે સફળ રહ્યું. 200 કરતાં વધુ રશિયન કંપનીઓ સાથે ચર્ચા થઈ. ત્યાંના ડેપ્યુટી પીએમ સાથે અનેક મુદ્દે ચર્ચા થઈ.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, વિકાસની નવી દિશાઓ માટે આગળ વધવાની ચર્ચા થઈ. રશિયામાં પીએમ મોદી માટે ખુબ જ આદર છે. ભારતના રોકાણકારો રોકાણ કરે તેવી ઈચ્છા છે. પીએમ મોદી સપ્ટેમ્બરમાં રશિયા પ્રવાસે જશે.

ભારતના રોકાણકારો રશિયા જઈને રોજગાર મેળવી શકે અને આપી શકે તે મુદ્દે પણ ચર્ચા થઈ. 7 જેટલા એમઓયુ કરવામાં આવ્યા. એજ્યુકેશનલ, સ્કીલ ડેવલપમેન્ટ, ઓઇલ સેક્ટરમાં એમઓયુ કરવામાં આવ્યા. પ્રાઇવેટ યુનિવર્સિટી મામલે પણ એક એમઓયુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાયમંડ સેક્ટર માટે પણ એમઓયુ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, હીરા, ટિંબર, એગ્રીકલ્ચર સહિતના ક્ષેત્રોમાં ભારત અને રશિયા વચ્ચે સંબંધો વધ્યા છે.

ઉર્વશી રાદડિયા સહિત કયા જાણીતા લોક સાહિત્યકારો અને લોક કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે

ભાજપમાં સામેલ થયા બાદ જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ શું કર્યો મોટો ધડાકો, જાણો વિગત

જિયો ફાયબરની જાહેરાત કરતાં જ મુકેશ અંબાણી થયા માલામાલ, એક જ દિવસમાં સંપત્તિ 12% વધી