Guajrat Congress: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાને એક મહિના જેટલો સમય થયો છે. વિધાનસભામાં કોંગ્રેસનો અત્યાર સુધીની સૌથી ઓછી સીટ મળી હતી. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી. તે કોંગ્રેસ 2017માં 80 બેઠકો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસની માત્ર 17 બેઠકો આવતાં જ હાઈકમાન્ડ ખૂબજ નારાજ થયો છે. આ વખતના પરિણામોને લઈને કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવશે. આ માટે કોંગ્રેસે 3 સભ્યોની સત્ય શોધક સમિતીનું ગઠન કર્યું છે. તે ઉપરાંત આ કમિટી ચૂંટણીના પરિણામોના કારણોની સાતત્યતા પણ ચકાસશે.


ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ


કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતના પરાજય બાદ સત્ય શોધક કમિટીની રચના કરી છે. જેમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


ભારત-શ્રીલંકા વચ્ચે આજે બીજી T20


 ભારત અને શ્રીલંકા વચ્ચે T20ની સિરિઝની બીજી મેચ આજે પુણેમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના ખેલાડી સંજુ સેમસન ઈજાગ્રસ્ત થતા તેને સીરિઝમાંથી બહાર જવું પડ્યું છે. સંજુના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને લેવામાં આવ્યો છે.


ટીમ ઈન્ડિયામાં શું થશે બદલાવ


માવી સિવાય શુભમન ગિલે પણ પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ગિલ માત્ર સાત રન જ બનાવી શક્યો અને ભારત અને હાર્દિક પંડ્યાએ ફરી એકવાર શરૂઆતનો કોયડો ઉકેલવા માટે છોડી દીધી. પંડ્યા અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાનારી બીજી ટી20 મેચમાં ગિલને વધુ એક તક આપવાની આશા રાખશે.


પ્રથમ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવમ માવી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. માવીએ 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં પણ તમામની નજર માવી પર રહેશે. ટીમ ઈન્ડિયા પોતાના બોલિંગ આક્રમણમાં કોઈ ફેરફાર નહીં કરે. જો કે જો અર્શદીપ સિંહ ફિટ થઈ જશે તો તેને હર્ષલ પટેલના સ્થાને તક આપવામાં આવી શકે છે.  આ ઉપરાંત સંજુ સેમસનના સ્થાનેપણ બદલાવ થઈ શકે છે.