અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે ઉદયપુરની ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી માટે સમિતિની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની દિલ્હી મુલાકાત બાદ તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રભારી રઘુ શર્માએ 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ 7 દિવસની અંદર અત્યારસુધી થયેલા કામોનો રિપોર્ટ તૈયાર કરશે. સમિતિ દ્વારા એક મહિનામાં મંડલ સુધીની સમિતિઓની રચના કરશે. સમિતિમાં ગુજરાત કોંગ્રેસના ત્રણ સહપ્રભરીઓનો સમાવેશ થાય છે. સહપ્રભારી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ રાઠોડ અને. પી એમ સંદીપનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા અને કોર કમિટીના સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ સામેલ છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે, જાણો કઇ મોટી જાહેરાત થઇ શકે છે?
સુરતઃ સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી જાણકારી અનુસાર, સુરત સર્કિટ હાઉસમાં બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરશે.
દરમિયાન વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારને લઈ કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. ઉમરગામથી અંબાજી બેલ્ટ પર આવેલા આદિવાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો આદિવાસી નેતાોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર તમામની નજર રહેલી છે.
ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ મોત, ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો
ખેડા: નડિયાદ તાલુકાના ચકલાસી એસ્સાર પેટ્રોલપંપ પાસે અક્સ્માત સર્જાયો છે. ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. મહામહેનતે ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.