અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની કથિત ઓડિયો વાયરલ થઈ છે. abp અસ્મિતા આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. ભરતસિંહ અને અન્ય મહિલાની વાતની ઓડિયો વાયરલ થઈ છે. મહિલા સાથેની વાતની ભરતસિંહની ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ.



ઓડિયો ક્લીપમાં ભરતસિંહ કહે છે  કેમ છો? સામે મહીલા કહે છે મજામા. ભરતસિહ પણ કહે છે મજામા. મહીલા પછી કહે છે અવાજ બહુ જ છે. ભરતસિહ કહે છે હુ યુએસ એ છુ. મહીલા કહે છે  22 મી એ આવાના હતા. ભરતસિંહે જવાબ આપ્યો, હજીવાર છે. મહીલાએ પૂછ્યું, યુ એસ સિટીઝન. ભરતસિંહે જવાબ આપ્યો ગ્રીનકાર્ડ છે. ભરતસિહ કહે છે, ફ્રી થઈને ફોન કરજે. મહીલા પૂછે છે ફ્રી થઈને એટલે કઈ રીતે. ભરતસિંહ મહિલાને કહે છે કે, ફ્રી થાવ એટલે વોટ્સએપ કોલ કરજો. વાત કરવી છે. 


Rajkot : રૂપાણી સામે 500 કરોડની જમીન કૌભાંડના આક્ષેપ મુદ્દે હવે કોણે કરી કોર્ટમાં ફરિયાદ? જાણો વિગત


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો. રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોર્ટમાં ડેફરમેશનની ફરિયાદ દાખલ કરવામાં આવી. થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા 500 કરોડની રૂપિયાની સહારા ગ્રુપની જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતો.
 
રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા ડેફરમેશનની ફરિયાદ દાખલ કરવામાં આવશે. કોંગ્રેસના વિધાનસભા નેતાઓ દ્વારા 500 કરોડના કૌભાંડમાં જે રીતે મારું નામ આપવામાં આવ્યું છે. આ મુદ્દે હું કોર્ટમાં ડેફરમેશનનો દાવો કરું છું, તેમ નીતિન ભારદ્વાજે કહ્યું હતું. નીતિન ભારદ્વાજના વકીલે કહ્યું ખરેખ આ 500 કરોડની જમીન નથી. કોંગ્રેસના નેતાઓ કહ્યું હતું અમે લડી લેવાના મૂડમાં છી. ત્યારે હવે અમે માનહાનીનો કોર્ટમાં દાવો કરે છીએ, એમ નીતિન ભારદ્વાજના વકીલ દિલીપ પટેલે કહ્યું હતું.