અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જે મુજબ રાજદ્રોહ કેસમાં મળેલા જામીનની શરતમાં સુધારાની માંગ કરી છે.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાના કારણે અવાર નવાર રાજકીય કામો માટે દિલ્લી જવાનું જરૂરી હોવાથી જામીનની શરતોમાં સુધારો કરવામાં આવે તેવી અરજીમાં માંગણી કરવામાં આવી છે. કોર્ટની પૂર્વ પરવાનગી વગર ગુજરાત છોડી શકાશે નહીં તે પ્રકારની શરતમાં સુધારો કરવા હાર્દિક પટેલે માંગણી કરી છે. 12 અઠવાડિયા માટે જામીનની આ શરતમાં સુધારો કરવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
2015માં વસ્ત્રાપુર પોલીસે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલે હાર્દિક પર કેસ ચાલી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક કોંગ્રેસમાં સામેલ થયો હતો.
IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડીની સીઝન રમવા પર શંકા
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ