રોનક પટેલે વધુમાં કહ્યું હતું કે, હવે વાત ફક્ત હાર્દિકની રહી છે. કેમકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી સુરતમાં થઈ ગઈ છે. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી ઘણી સીટો જીતી છે. આ બેઠકો એ વિસ્તારોમાંથી જીતી છે કે, જ્યાં પાટીદારોનું જબરજસ્ત વર્ચસ્વ હતું, હાર્દિકના સમર્થકોનું વર્ચસ્વ હતું. હાર્દિક ભલે ખુલીને પાર્ટી છોડવાની વાત ન કરી રહ્યો હોય, પરંતુ હાર્દિક સમર્થકો હવે ઇશારો કરી રહ્યા છે કે, હાર્દિકનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તે મંચ શેર કરવા માંગતા નથી.
એબીપી અસ્મિતાના એડિટરે જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો આવ્યા તે અગાઉ ચૂંટણી જાહેર થઈ ત્યારથી હાર્દિક દૂર ભાગી રહ્યા હતા. હાર્દિકે પાર્ટી માટે પ્રચાર જરૂર કર્યો, પરંતુ પાર્ટીના પ્રદેશના નેતાઓ અને પ્રદેશના પાર્ટીના ઇન્ચાર્જ સાથે ક્યારેય નજર નથી આવ્યા. એટલે કે, હાર્દિક પહેલેથી નારાજ છે. ભલે ખુલીને મંચ પર ન બોલી રહ્યા હોય, ખુલીને કોંગ્રેસ માટે મત માંગે છે, પરંતુ તેમની નારાજગી તેમના સમર્થકો દૂર જતા રહ્યા તેના સ્પષ્ટ ખબર પડી જાય છે.