Pragati Aahir: વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ કૉંગ્રેસે મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થવાની વાત મુદ્દે પ્રગતિ આહીરે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા મુદ્દે અજાણ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજ સુધી કોઈ નોટિસ મળી નથી અને
પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ પણ આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું છે.
પત્રમાં તેણે લખ્યું છે કે, મને કહેવામાં આવ્યું છે કે કોઈ ભૂલ થઇ છે, સત્ય શોધક સમિતિના અધ્યક્ષને પણ આ બાબતની જાણકારી નથી, પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે, રાષ્ટ્રીય અધ્યક્ષને વિનંતી કોંગ્રેસ પક્ષ મારી સાથે ન્યાય કરે, મને વગર જાણ કરે અપમાનિત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે. મારા વિરુદ્ધ કોઈ પુરાવા મળશે તો જીવન પર્યંત રાજનીતિ છોડી દઈશ
કોણ છે પ્રગતિ આહીર
પ્રગતિ આહિરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિયનની કારકિર્દીને છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રગતિ આહિર ટીવી ડિબેટમાં મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂકતા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રગતિ આહિર સક્રિય રહ્યા હતા. પ્રગતિ આહિરે જ્યારે અભિનયની દુનિયા છોડી ત્યારે તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતું. વર્ષ 2019માં તે રાજકારણ સાથે જોડાયા હતા. પ્રગતિ આહિરે રુરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી.
હાર્દિક પટેલને કોર્ટનું તેડું
ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. કોર્ટમાં હાજર રહેવા હાર્દિક પટેલને કોર્ટનું સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ ફાઈલ છઈ છે. 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10 થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.
પ્રગતિ આહિર મૂળ જૂનાગઢ જિલ્લાના નિવાસી છે. એક સમયે મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીર રાજકીય કારકિર્દી બનાવવા કોંગ્રેસમાં સામેલ થયા હતા.