Gujarat Congress: ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભામાં ચૂંટણીમાં પરાજય મેળવ્યા બાદ હવે એક્શનમાં આવ્યું છે. પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા પ્રગતિ આહીર સહિતના નેતાઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે
'હાથ સે હાથ જોડો '  અભિયાન શરૂ કર્યું છે.  જે અંતર્ગત અભય દુબે, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.


પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, રાહુલ ગાંધી 131 દિવસથી દેશમાં પદયાત્રા કરી રહ્યા છે, તેઓ ભારતને જોડી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાને જ લઈને PM એ સર્વધર્મને સન્માન આપવાનું કહેવું પડ્યું. આવનારા બે મહિનામાં ભારતના 06 લાખ ગામમાં, 2.5 લાખ ગ્રામ પંચાયત સુધી, 10 લાખ બૂથ પર હાથ સે હાથ અભિયાન થશે. યુવાનોને રોજગારી જોઈએ છે, ખેડૂતને ઉપજનો યોગ્ય ભાવ, મોંઘવારીથી આઝાદી લોકોને જોઈએ છે, કોમી વિરોધ ભાજપે દેશમાં ઉભો કર્યો છે. દેશના 05 ટકા લોકો જોડે 60 ટકા સંસાધન છે. PM એ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, આજે ખેડૂતની એવરેજ ડેઇલી ઇનકમ 27 રૂપિયા અને દેવું 74 હજાર રૂપિયા છે. અમે આ લૂંટને રોકીશું. આ વાતને અંમે ઘર-ઘર સુધી પહોંચડીશું. રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ લોકોના ઘરે પહોંચાડીશું.  જ્યારે સરકારના મિત્રો દરરોજ 01 હજાર કરોડ કમાઈ રહ્યા છે.

ચીનથી આયાત અને નોટબંધિથી તબાહ થઈ હતી. 118 મિલિયન ડોલર ઈમ્પોર્ટ ચાઇનાથી કરાઈ હતી. ચીને ભારતની 02 હજાર સ્કવેર મીટર જમીન પર અતિક્રમણ કર્યું, અરુણાચલમાં ચીને ગામ વસાવ્યું છે. અહીં ચીને કાયમી બુલેટ ટ્રેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. 60-70 રૂપિયાની દાળ અને પેટ્રોલ 100 રૂપિયાએ પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમત ઘટી પણ લોકોને રાહત મળી નહીં. ખેડૂતોએ ખાદ્ય તેલીબિયાનું ઉત્પાદન વધાર્યુ તો પણ ખાધતેલની આયાત થઈ રહી છે. PM ની કથની અને કરણીમાં ફેર છે. ભારતના સંસાધનો લૂંટાઈ રહ્યા છે, 5.35 લાખ કરોડ ની લોન લઈને લોકો ભાગી ગયા છે, અમે આ લૂંટને રોકીશું.


ગુજરાતમાં 1 જાન્યુઆરીથી હાથ સે હાથ જોડો યાત્રા


કન્યા કુમારીથી કાશ્મીર સુધીની યાત્રા 30 તારીખે પૂર્ણ થશે. જે રાજ્યો છૂટી ગયા છે ત્યાં હાથથી હાથ જોડો યાત્રા થશે. ગયા મહિને દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મિટિંગ થઈ હતી. 20 થી 30 ડિસેમ્બર સુધી આ મુદ્દે ચર્ચા થઈ હતી. 01 થી 10 જાન્યુઆરી સુધી યાત્રાના રૂટ નક્કી કરવા મિટિંગ થઈ હતી. 60-70 ટકા રૂટ આવી ગયા છે. 26 જાન્યુઆરીથી યાત્રા શરૂ થશે, જે રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાં પણ યાત્રાને લઈ જવા આયોજન. ગુજરાતમાં 01 ફેબ્રુઆરીથી શરૂઆત થશે, 71 નગરપાલીકાની ચૂંટણીઓ જ્યાં આવી રહી છે ત્યાં પહેલા શરૂઆત થશે. 3 અને 4 ફેબ્રુઆરીએ ગાંધીનગર, 4 અને 5 ફેબ્રુઆરીએ ભિલોડા, 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરીમાં 17 તાલુકામાં યાત્રા પૂરી કરીશું. બાદ જિલ્લા પંચાયતની સીટ વાઈઝ યાત્રા કરવમાં આવશે. સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ઘરે ઘરે ફરશે.


પક્ષ વિરોધી કામ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા નેતા અંગે કરી આ વાત


પક્ષ વિરોધી કામ કરવા બદલ સસ્પેન્ડ થયેલા નેતા અંગે શિસ્ત સમિતિના ચેરમેને પગલાં લીધા છે. આ લોકો ભાજપના કાર્યાલયે જઈને પણ બેઠા હતા, તેમના વિરુદ્ધ પુરાવા છે. જેની સામે આક્ષેપ છે તેમને પક્ષ રજૂ કરવાની તક અપાઈ છે.