Ahmedabad Corona Cases: દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ધીમો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. જ્યારે કોઈ મૃત્યુ નથી થયું. અમદાવાદ શહેરમાં 8 કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ નોંધાયેલા કેસના 47 ટકા કેસ મેગા સિટી અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 12,22,318 થયા છે, જે પૈકી 12,12,448 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10,939 છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, ભરુચમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી


સુરત કોર્પોરેશન, અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, પાટણ, મોરબી, ભાવનગર, ગાંધીનગર,  રાજકોટ, દાહોદ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, ,  નર્મદા, નવસારી,  પંચમહાલ, પોરબંદર,    , સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર,  , તાપી અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 43 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08  ટકાએ પહોંચ્યો છે. આજે 95,147 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે.


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો આજે રાજ્યમાં 12 થી 14 વર્ષની ઉંમરનાને 56,438 ડોઝ, 18 વર્ષથી વધારેની ઉંમરના 1854 ને રસીનો પ્રથમ અને 17038ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 933 ને રસીનો પ્રથમ જ્યારે 11,464 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 7420 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 95,147 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,46,88,044 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.