અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. જોકે, હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે જઈ રહ્યા છે. જેને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 


ગુજરાતમાં અત્યારે 10 જિલ્લા એવા છે, જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લાઓ હવે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ 10 જિલ્લામાંથી 3 જિલ્લા એવા છે, જ્યાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. સૌથી ઓછા એક્ટિવ કેસ ડાંગ જિલ્લામાં 15 છે. 


આ પછી સુરેન્દ્રનગરમાં 26 અને મોરબીમાં 35 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત તાપી જિલ્લામાં 71, પંચમહાલમાં 70, નર્મદામાં 84, દેવભૂમિ દ્વારકામાં 89, દાહોદમાં 90, છોટાઉદેપુરમાં 66 અને બનાસકાંઠા જિલ્લામાં 82 એક્ટિવ કેસો છે. એટલું જ નહીં, આ દસ જિલ્લામાંથી 4 જિલ્લામાં તો ગઈ કાલે એક પણ નવો કેસો નોંધાયો નહોતો. તેની સામે લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા હતા. 

રાજ્યમાં આજે 848 નવા કેસ નોંધાયા, 2,915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 12   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.58  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18008 પર પહોંચ્યો છે. જેમાંથી 371 દર્દી વેન્ટિલેટર પર અને 17637 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.58 ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 91, વડોદરા 65, સુરત 50, જૂનાગઢ 45, ગીર સોમનાથ 39, રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ 22, જામનગર કોર્પોરેશન 20, પંચમહાલ 18, સાબરકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 16, નવસારી 15, ખેડા 14, વલસાડ 14, પોરબંદર 13, ભરુચ 12, કચ્છ 12, મહેસાણા 12, જામનગર 11, જૂનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, અમદાવાદ 8, પાટણ 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 7, અમરેલી 6, ભાવનગર 5, મહીસાગર 5, ગાંધીનગર 4, દાહોદ 2, તાપી 2 અને મોરબીમાં  1 કેસ સાથે કુલ 848 કેસ નોંધાયા છે. 


ક્યાં કેટલા મોત ?


અમદાવાદ કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશન 1,  સુરત કોર્પોરેશન 1,  સુરત 1, ગીર સોમનાથ 1, જામનગર 1,  બનાસકાંઠા 1,ભાવનગર 1,  ગાંધીનગર 1, અને અરવલ્લીમાં  1  મોત સાથે કુલ 12 મોત થયા છે. 


રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,26,335 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા છે. રોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. 



કોરોનાનો પ્રકોપ ઘટતાં નિયંત્રણો હળવા, આજથી રાજ્યમાં આ પાંચ મોટા ફેરફાર થશે, જાણો વિગતે


રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. નવા શૈક્ષણિક સત્ર શરૂ તો થશે. પરંતુ અભ્યાસની પદ્ધતિ ગયા વર્ષની જેમ ઓનલાઈન જ રહેશે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. જ્યારે સ્કૂલમાં સ્ટાફ અને શિક્ષકોને હાજર રહેવાનું રહેશે.


 


તો દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશલ ડિસ્ટસિંગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે.


 


મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક થશે. અને જો થુંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવા માટે  વિજીલંસની ટીમ અલગ અલગ સ્ટેશનો પર તૈનાત રહેશે .


 


જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.


 


માત્ર માઈક્રો કંટેઈમેંટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોંફ્રેસથી ચાલશે. ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલા સર્ક્યુલરમાં ચાર મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમામ અદાલતોમાં કેંદ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એંટ્રી માટે એક જ ગેટ રહેશે. જ્યારે


 


મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એંટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે. કોરોનાા કેસ ઘટતા આજથી ગુજરાત યુનિવર્સિટી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત રહેશે. રાજ્ય સરકારા પરિપત્ર બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓએ ફરજીયાતપણે તમામ કોરોનાની ગાઈડલાઈંસનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.