અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. જોકે, હવે ધીમે ધીમે કોરોના કેસો ઘટી રહ્યા છે અને મૃત્યુ દર પણ કાબૂમાં આવી રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકોનો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં પણ ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. 


ગુજરાતમાં હવે બે જિલ્લાએ એવાં છે, જ્યાં 100થી ઓછા એક્ટિવ કેસો છે. ડાંગમાં 48 અને છોટાઉદેપુરમાં 89 એક્ટિવ કેસો છે. આ સિવાય 500થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં 430, બોટાદમાં 273, દાહોદમાં 462, મોરબીમાં 251, નર્મદામાં 359 અને સુરેન્દ્રનગરમાં 268 એક્ટિવ કેસો છે. 


આ તમામ માહિતી ગુજરાત સરકારના કોવિડ ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in પર આપવામાં આવી છે. ડેશબોર્ડમાં આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં અત્યારે 55,548 એક્ટિવ કેસો છે. રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસો અમદાવાદ જિલ્લામાં 14,679 છે. આ પછી સુરતમાં 6,967 અને સુરતમાં 4,879 એક્ટિવ કેસો છે. જ્યારે રાજકોટમાં 1536 એક્ટિવ કેસો છે. 


અન્ય મહાનગરો અને મોટા શહેરોની વાત કરીએ તો ભાવનગરમાં 1804, ગાંધીનગરમાં 1530, જામનગરમાં 2533, જૂનાગઢમાં 2012, મહેસાણામાં 2286 એક્ટિવ કેસો છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085  નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


 



રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82  ટકા છે.  


 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 


અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49,  દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ?


 


અમદાવાદ કોપોરેશન 6, વડોદરા કોપોરેશન 3, સુરત કોપોરેશન 2, સુરત 5, વડોદરા 2, રાજકોટ કોપોરેશન 0, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 1, સાબરકાાંઠા 0, કચ્છ 1, પંચમહાલ 1, અમરેલી 1, ભરૂચ 1, મહેસાણા 2, બનાસકાાંઠા 1, ખેડા 0, આણંદ 1 , ભાવનગર કોપોરેશન 1, રાજકોટ 0, પોરબાંદર 0, જામનગર કોપોરેશન 2, નવસારી 0, વલસાડ 0, દેવભૂમી દ્વારકા 0, અરવલ્લી 0, પાટણ 1, ગાાંધીનગર કોપોરેશન 0, જામનગર 0, ગીર સોમનાથ 0, ભાવનગર 1, મહીસાગર 1, ગાાંધીનગર 0, દાહોદ 2, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી  0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 1  મોત  સાથે કુલ 36  મોત નોંધાયા છે.