અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ શહેરમાં ફરી એક વખત કોરોનાના ટેસ્ટ કરાવવા માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે. આ ડોમ ઉપર ટેસ્ટ કરાવવા આવતા લોકોની કતારો પણ હોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે અને 7મી માર્ચના રોજ અમદાવાદમાં કોરોનાના 127 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરના કોરોના ડોમના દ્રશ્યો અને આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ચૂંટણી બાદ ફરી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાનાં દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
રવિવારે રાજ્યમાં કોરોનાના 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રવિવારે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રવિવારે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.
Surat: કોરોના વકર્યો, ખાનગી ડોક્ટર પણ થયા સંક્રમિત, જાણો એક દિવસમાં કેટલા કેસ નોંધાયા
Rafale બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, જાણો વિગત