અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ના કેસોની સંખ્યા વધી રહી છે અને દિન પ્રતિદિન મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાની નવી લહેરમાં બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં કોરોનાએ 4 બાળકોનો ભોગ લેતાં ખળભળાટ મચી ગયો છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાર કોરોના પોઝિટિવ બાળકોનાં મોત (Children Death) થયાં છે. કોરોનાથી સંક્રમિત થયેલા બાળકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. છેલ્લા એક સપ્તાહથી  સિવિલ હોસ્પિટલમાં 7 બાળકો સારવાર હેઠળ હતાં અને તેમાંથી 2 બાળકોની હાલત ગંભીર હતી.


આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ બાળકોનાં મોત એક દિવસમાં નથી થયાં પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર  સુધી ચાર બાળકોનાં મોત થયાં છે.  સોમવાર સુધીમાં કુલ 4 બાળકોના મોત થયાં છે. આ પૈકી શનિવારે આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું.  


Surat : 13 વર્ષના બાળકને કોઈ લક્ષણ નહીં  છતાં થયો કોરોના, સાંજે 7 વાગ્યે લઈ ગયા હોસ્પિટલમાં ને 5 કલાકમાં થયું મોત.......


સુરતઃ શહેરના મોટા વરાછાના 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.


શહેરના મોટાવરાછા ખાતે ડી-માર્ટ નજીક ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનો 13 વર્ષીય પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. ધ્રુવને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. અચાનક રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. ધ્રુવનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો  હતો. ધ્રુવની તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.


આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી. તેમજ આ માટે તેની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયો હતો. તેની સારવાર તરત જ ચાલુ કરી દેવાઇ હતી. જોકે, થોડી સારવાર પછી તેનું નિધન થયું હતું. 


હોસ્પિટલ તરફથી મળતી વિગતો પ્રમાણે, ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લવાયો ત્યારે તે સિરિયસ હતો. ધ્રુવને તરત જ વેન્ટિલેટર પર મૂકાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા.